



મોરબીના સામાકાંઠે આવેલા ત્રાજપર વિસ્તારમાં રહેતો ૧૬ વર્ષના સગીરને ૬ થી ૭ જેટલી દેશી દારૂની કોથળીઓ પીવડાવી દીધા એક અજાણ્યો શખ્શ દુર લઇ ગયો હતો જ્યાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. સગીર બાળક સાથે અજાણ્યા ઇસમેં સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરી શખ્શ ફરાર થયો હતો જે બનાવ બાદ સગીર બાળકને ગંભીર હાલતમાં હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે બી ડીવીઝન પોલીસે અનીલ ગોરધન વાઘાણી નામના શખ્શ વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જેમાં આજે બી ડીવીઝન પોલીસે આરોપી અનીલ ગોરધન વાઘાણી (ઉ.વ.૨૬) રહે. ત્રાજપર ખારી વિસ્તાર વાળાને તેના ઘર નજીકથી ઝડપી લઈને આરોપીની વધુ પૂછપરછ ચલાવી છે તેમજ તેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે તેમ પણ પોલીસના સુત્રો જણાવી રહ્યા છે.

