



ભારત દેશના ગ્રામ્ય વિસ્તારમાં વસતા બાળકોમાં રહેલ ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી વિષયનું જ્ઞાન બહાર લાવવાના હેતુથી ટાટા કન્સલ્ટન્સી સર્વિસ અને વિજ્ઞાન વિભાગ કર્ણાટકના સંયુક્ત ઉપક્રમે દેશભરમાં નેશનલ રૂરલ આઈટી ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈટી ક્વીઝ ૨૦૧૮ નું આયોજન કરવામાં આવ્યું છે.
આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા આગામી તા. ૦૮-૦૮-૨૦૧૮ ના રોજ નેશનલ રૂરલ આઈટી ક્વીઝ ૨૦૧૮ યોજાશે જેમાં ગ્રામ્ય વિસ્તારના માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ ૮ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શાળા દીઠ વધુમાં વધુ ૦૧ ટીમ (૧ ટીમમાં ૨) વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે સ્પર્ધામાં કોમ્પ્યુટર, નવી ટેકનોલોજી, મોબાઈલ એપ્લીકેશન, આઈટી ક્ષેત્રના પ્રશ્નો રહેશે બીજો (૨૫ ટીમો માટે) અને ત્રીજો (૧૫ ટીમો માટે) રાઉન્ડ ઓડિયો વિઝ્યુઅલ રહેશે ત્રીજો ઓડિયો વિઝ્યુઅલ રાઉન્ડમાં પસંદગી પામેલ ટીમ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે
સ્પર્ધામાં જોડાવવા ઈચ્છતી શાળાએ વિદ્યાર્થીઓણા નામ શાળા લેટર પેડ પર આચાર અને શિક્ષકની માહિતી સાથે તા. ૦૪-૦૮-૨૦૧૮ સુધીમાં અરજી આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી વીસી હાઈસ્કૂલ ખાતે મોકલી આપવા સંસ્થાના એલ.એમ. ભટ્ટની યાદી જણાવે છે.



