મોરબી આરટીઓ કચેરી ડીઝીટલ બની, આવતીકાલથી ઓનલાઈન પેમેન્ટની મળશે સુવિધા

વાહન વ્યવહાર વિભાગ દ્વારા હાલ વાહન ૪.૦ સોફ્ટવેરમાં ઓનલાઈન સર્વિસીસ સાથે ઓનલાઈન પેમેન્ટની સુવિધા વ્યવસ્થા કરવામાં આવેલ છે સરકાર દ્વારા ઓનલાઈન સર્વિસ અને ઓનલાઈન પેમેન્ટ પ્રક્રિયાને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે જેથી વિવિધ એશો અને અરજદારો દ્વારા પણ ઓનલાઈન પેમેન્ટની રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી જે બાબતને ધ્યાનમાં લઈને વાહન વ્યવહાર વિભાગ દ્વારા વાહન ૪.૦ અંતર્ગત ઓનલાઈન પેમેન્ટની સુવિધા તા. ૦૧-૦૮-૧૮ થી એકસાથે સમગ્ર ગુજરાતમાં લાગુ થશે જેની સર્વે મોટરીંગ પબ્લિક તેમજ ડીલર્સ સર્વેએ નોંધ લેવી તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી મોરબી ની યાદી જણાવે છે

Comments
Loading...
WhatsApp chat