મોરબીમાં પાંચ દિવસ લાયસન્સની કામગીરી કેમ બંધ રહેશે?

મોરબી વાહન વ્યવહાર અધિકારીએ જણાવ્યું હતું કે, લાયસન્સ વિભાગની હાલની સિસ્ટમ સારથી 3.73માં કામગીરી થાય છે.  જેમાં તા. 9મીથી નવા વર્ઝનનું અપડેશન થવાનું છે. નવા વર્ઝન સારથી 4.0માં સિસ્ટમ રૂપાંતરિત થતી હોય અગાઉની સિસ્ટમમાં લોકલ સર્વર પાર કામગીરી કરવામાં આવતી તે હવે ઓનલાઇન વેબબેઇઝ સિસ્ટમમાં કામગીરી થશે. જેથી આરટીઓ ખાતે લાયસન્સને લગતી તમામ કામગીરી તા. 5થી 9મી જુલાઈ સુધી બંધ રહેશે. જો કે વાહનોના રજીસ્ટ્રેશનને લગતી તમામ કામગીરી ચાલુ રહેશે.

Comments
Loading...
WhatsApp chat