રફાળેશ્વર ગામમાં વિકાસના કામો અભેરાયે

ગ્રામજનો દ્વારા ડી.ડી.ઓ.ને રજૂઆત કરતા તંત્ર થયું દોડતું

મોરબીના રફાળેશ્વર ગામનાં ખોડાભાઈ જગાભાઈ પાંચીયા અને ગામની મહિલાઓએ થોડા દિવસ પહેલા ડી.ડી.ઓ.ને રજૂઆત કરી હતી કે રફાળેશ્વર ગામમાં વિકાસનાં કોઈ કામ કરવામાં આવ્યા નથી.તેમજ છેલ્લા ઘણાં દિવસોથી પાણીની ગંભીર સમસ્યા છે અને લોકોને આવકના દાખલા કાઢવામાં મુશ્કેલી પડે છે. ડી.ડી.ઓ.એ શાંતિથી રજૂઆત સાંભળીને આ બાબતે યોગ્ય પગલાં ભરવાનું ફરમાન કર્યું હતું તથા જાંબુડિયા ગ્રામપંચાયતના સરપંચ અને તલાટી મંત્રીને કડક સૂચના આપી છે કે  રફાળેશ્વર ગામ લોકોની સગવડતા માટે તલાટી મંત્રીને અઠવાડિયામાં એક દિવસ હાજર રહી લોકોનાં સામાન્ય પ્રશ્નો સ્થળ પર નિકાલ થાય તેવું આયોજન કરવું,આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવી,પીવાના પાણી માટે ગ્રામપંચાયતના સ્વભંડોળમાંથી પાણીનો ટાંકો અને પાણીની પાઇપલાઇનના કામો તાત્કાલિક મંજૂર કરી ૨ માસમાં પૂર્ણ કરવા તેમજ ભૂર્ગભગટર, સીસીરોડ, સ્ટ્રીટલાઇટની કામગીરીની યોગ્ય જોગવાઈ કરવા અને આ બાબતનો રિપોર્ટ તાલુકા પંચાયત કચેરીને કરવાની સૂચના આપી છે

 

Comments
Loading...
WhatsApp chat