



મોરબીમાં પડેલ ભારે વરસાદને પગલે મોટા ભાગની સોસાયટીઓમાં અને મુખ્ય માર્ગો પર પાણી ભરવાની સમસ્યાઓ સર્જાતી હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.લોકોએ પાલિકામાં અવારનાવર રજૂઆત કરતા પાલિકા તંત્ર નિષ્ફળ જતા લોકોમાં રોષની લાગણી જોવા મળી છે.જેમાં આજ રોજ કુબેર નગરની બાજુમાં આવેલ રોયલ પાર્ક સોસાયટીની મહિલાઓ કલેકટર કચેરીએ દોડી આવી કલેકટરને રજૂઆત કરી હતી કે રોયલ પાર્ક સોસાયટીમાં પાણીના તળાવ ભર્યા રહે છે જેથી કરીને હલન-ચલનમાં ભારે તકલીફ વેઠવી પડે છે અને સોસાયટીમાં ૮-૧૦ ઘર તો એવા છે કે ભરાયેલા પાણી માંથી જો કોઈ વાહન પસાર થાય તો તે ઘરોમાં પાણી ધુસી આવે છે.આ પ્રશ્ન આજ કાલનો નહિ પરંતુ ધણા સમયથી ચોમાસામાં પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે.તેમજ પાલિકા અને ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવા છતા કોઈ ઉકેલ આવ્યો નથી.આ મુદે કલેકટરએ ચીફ ઓફિસરનો સંપર્ક કરીને વહેલી તકે પ્રશ્ન હલ કરવામાં જણાવ્યું હતું અને બાદમાં રીપોર્ટ કરવા પણ સુચન કર્યું હતું.

