મોરબીમાં રવિવારે વિનામૂલ્યે રોપાનું કરાશે વિતરણ

મોરબીને હરિયાળું બનાવવાની દિશામાં સંસ્થાઓએ પ્રેરક કદમ ઉપાડ્યું છે. આગામી સમયમાં સંસ્થાના સંયુક્ત ઉપક્રમે બે હજારથી વધુ વૃક્ષોના રોપાનું વિતરણ વિનામૂલ્યે થશે. મોરબીમાં પર્યાવરણના જતન માટે મયુર નેચર કલબ, વન વિભાગ, પ્રેસ ફ્રેન્ડ્સ કલબ, યુથ હોસ્ટેલ તથા ઇન્ડિયન લાયન્સ કલબ વર્ષોથી સક્રિય છે. આ સંસ્થાઓ દ્વારા આગામી 9 જુલાઈને રવિવારે સવારે 9:30 વાગ્યે શહેરના શનાળા રોડ ઉપર , કે.કે.સ્ટીલ ની સામે ,સંદેશ કાર્યાલય નજીક , રામચોક પાસે વૃક્ષોના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવાનું આયોજન કરાયું છે. જેમાં લીમડો, પીપળો, વડ, ગુલમહોર જેવા વૃક્ષોના આશરે બે હજારથી વધુ રોપાનું વિતરણ કરવામાં આવશે. તેમજ વૃક્ષોના રોપા યોગ્ય જગ્યાએ વાવવા અને તેની માવજત અંગે માર્ગદર્શન આપવામાં આવશે. વૃક્ષોના રોપાના વિનામૂલ્યે વિતરણ કાર્યક્રમનો લોકોને લાભ લેવા અનુરોધ કર્યો છે.
Comments
Loading...
WhatsApp chat