મોરબીમાં 13.30 કરોડના રસ્તાના કામો મંજુર, ક્યાં ક્યાં રસ્તા બનશે?

મોરબી તાલુકામાં ખખડધજ રસ્તાને કારણે રાહદારીઓને મુશ્કેલી પડતી હતી. આ બાબતે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ઉચ્ચ રજુઆત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 13.30 કરોડના રસ્તાના કામો મંજુર કર્યા છે. જેમાં મોરબી તાલુકાના જેતપરથી વાઘપરને જોડતો રસ્તો બનશે. 8.50 કરોડના ખર્ચે બનતા રસ્તામાં નદી પરના બ્રિજનો સમાવેશ થશે. આ ઉપરાંત માળીયા(મી) તાલુકાના બોડકી ખીરસરાને જોડતો રસ્તો 2.30 કરોડના ખર્ચે બનશે. માળીયા તાલુકાના કાજરડા ગામથી હજીયાસરનો ગ્રામ્ય માર્ગ મંજુર થયો હતો, પરંતુ આ રોડ પરના ભારે વાહનોના ટ્રાફિકને કારણે મજબૂત અને નવી ડિઝાઇનનો 1.60 કરોડના ખર્ચે બનશે અને મોરબી તાલુકાના બહાદુરગઢથી સોખડાનો રસ્તો 90 લાખના ખર્ચે મંજુર થયો છે. રસ્તાના કામોમાં આ પહેલા 15 કરોડથી વધારે રકમ મંજૂર થઈ હતી. ગ્રામજનોએ વહેલી તકે કામો થાય એવી માંગણી કરી છે.

Comments
Loading...
WhatsApp chat