ભારે વરસાદને કારણે નુકશાન પામેલ રસ્તા તાત્કાલિક રીપેર કરવા માંગ

મોરબી જીલ્લામાં તાજેતરમાં અતિવૃષ્ટિના પરિણામે શહેરના રોડ રસ્તા તથા કોઝ-વેને મોટા પાયે નુકશાન થવા પામેલ છે.જે રોડ રસ્તાઓ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના લોકો માટે ઉપયોગી તથા અગત્યના રસ્તાઓ છે.આ રસ્તાઓને નુકશાન થવાથી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ મામલે મોરબી જીલ્લા કોંગ્રેસના કાર્યાલય મંત્રી કાંતિલાલ બાવરવાએ ગાંધીનગર બી એન્ડ સી વિભાગમાં રજૂઆત કરી અને સવાલ કર્યો છે કે આપના વિભાગ દ્વારા રસ્તા રિપેરિંગ બાબતે મોટે ભાગે એવું કહેવામાં આવે છે કે ચોમાસા દરમિયાન આ કામ ના થઈ શકે,તો સુ?આનો કોઈ ઉપાય નથી?આ માટે થોડા સૂચનો કરીએ છીએ જો તેને અમલમાં મુકવામાં આવે તો આવા કામો થઇ શકે અને લોકોની મુશ્કેલી દુર થાય તેમજ આ રસ્તાઓને વધારે નુકશાન થતું અટકે તેવું અમારું માનવું છે.

સુચન-૧-જો નાના ગાબડાઓ થયેલ તો તેમાં તાત્કાલિક ડામર કામ ના થઇ શકે પરંતુ જો આ ગાબડાઓમાં પેવર બ્લોક નાખીને પૂર્વમાં આવે ટી આ કામ તાત્કાલિક થઇ શકે.

સુચન-૨-જો કોઝ-વે તૂટેલ હોય ત્યાં પ્રીકાસ્ત બ્લોક દ્વારા રીપેરીંગ થઇ શકે.

સુચન-૩-આ ઉપરાંત હાલમાં ટેકનોલોજી અને સસોધાનો એટલા આગળ છે કે જો દરિયામાં પાણી વચ્ચે પણ સિમેન્ટ કામ થઇ શકતું હોય તો આવા કામો આવી ટેકનોલોજી તેમજ મટીરીયલ્સનો ઉપયોગ કરીને લોકોની તકલીફ દુર કકરવી જોઈએ.

અંતે જણાવતા કહ્યું હતું કે પ્રી-મોન્સુન કામગીરી સામે પણ લોકો દ્વારા સવાલો ઉઠાવવામાં આવે છે.જો પ્રી-મોન્સુન કામગીરી સારી રીતે કરવામાં આવતી હોય તો આવી નુકશાની થતી અટકે તેવું લોકો કહી રહ્યા છે અને માંગણી કરી છે કે આપેલ સૂચનો બાબતે વિચારીને યોગ્ય નિર્ણય લઇ લોકોની તકલીફ દુર કરવા વિનતી.

Comments
Loading...
WhatsApp chat