



અનાજનો બગાડ અટકે તેવા હેતુથી પ્રસંગોમાં બચતું અનાજ એકત્ર કરીને ગરીબ અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનો સેવાયજ્ઞ મોરબીની રોબીનહૂડ આર્મી દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે જે સંસ્થા દ્વારા દિવાળી નિમિતે એક મુઠ્ઠી અનાજ આપીને કોઈની ખુશીનું કારણ બનીએ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું
જે અભિયાનમાં નગરજનો પણ ઉત્સાહભેર જોડાયા હતા અને એક મુઠી અનાજ એકત્ર કરતા ૧૨૦૦ કિલો જેટલું અનાજ એકત્ર થયું હતું જે એકત્ર થયેલ અનાજ, તેલ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુની ૧૭૦ કીટ તૈયાર કરવામાં આવી હતી અને રોબીનહૂડ આર્મીના યુવાનો દ્વારા દિવાળી પૂર્વે આ કીટ ઝૂપડપટ્ટીમાં વસતા ગરીબોને વિતરણ કરવામાં આવી હતી હિન્દુઓના સૌથી મોટા પર્વ એવા દિવાળીના તહેવારમાં કોઈ ભૂખ્યું ના સુવે અને સૌ કોઈ દીપાવલીની ખુશીઓનો આનંદ મેળવે તેવા હેતુથી રોબીનહૂડ આર્મીના જવાનોએ સેવાયજ્ઞ આદર્યો હતો જે શહેરીજનોના સહયોગથી સફળ રહ્યો હતો અને દીપાવલીની ખુશીઓ વહેંચી યુવાનોએ પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી
જુઓ વિડીયો……………….



