


મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં જરૂરી સુવિધાઓ ના મળતી હોવાની ફરિયાદ સાથે રેવન્યુ પ્રેક્ટીશનાર એડવોકેટ દ્વારા ચાર દિવસની હડતાલ કરવામાં આવી હતી અને બાદમાં રજાઓ પાડતા ગત સપ્તાહે દસ્તાવેજ નોંધણી સહિતની કામગીરી ઠપ્પ રહ્યા બાદ આખરે માંગણીઓનો સ્વીકાર કરવામાં આવતા કામકાજ રાબેતા મુજબ શરુ થયું છે.
મોરબીની સબ સબરજીસ્ટ્રાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર અને કોમ્પ્યુટર ઓપરેટરોની ખાલી જગ્યા ભરવા સહિતની જુદી – જુદી માંગણીઓને લઈ ગત સપ્તાહે રેવન્યુ પ્રેક્ટિશનર એડવોકેટ દ્વારા દસ્તાવેજી કામગીરી બંધ રાખી હડતાલ કરવામાં આવી હતી આ હડતાલમાં બોન્ડ રાઇટર, સ્ટેમ્પવેન્ડર અને પિટિશન રાઈટરો પણ જોડાયા હતા
દસ્તાવેજ નોંધણી સહિતની કામગીરીઓ ઠપ્પ કરી દેતા અંતે તંત્ર દ્વારા સમસ્યાઓ ઉકેલવામાં આવતા સબ રજિસ્ટ્રાર કચેરી રાબેતા મુજબ શરૂ થઈ ગઈ હતી. જેમાં મોટાભાગની માંગણીઓ સ્વીકારવામાં આવતા વકીલ મંડળ દ્વારા હડતાલ સમેટી લઈ દસ્તાવેજ નોંધણીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મોરબી સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર તરીકે સુરેન્દ્રનગર ફરજ બજાવતા વી.જે.પાણેરીની નિમણુંક કરવામાં આવી છે. હડતાલનો સુખદ અંત આવ્યો છે અને કામકાજ શરુ થતા અરજદારોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

