Billboard ad 1150*250

મોરબીમાં નિવૃત કર્મચારીઓને પેન્શન મેળવવામાં હાલાકી

0 324

મોરબીના સેવાસદનમાં વિધવા પેન્શન, વિકલાંગ સહાય મેળવતા લોકોને સમયસર પેન્શન જેવા લાભો ન મળતા હોવાની ફરિયાદો ઉઠી છે હવે સરકારી નિવૃત કર્મચારીઓને પણ પેન્શન મેળવવા ધક્કા ખાવા પડતા હોય તેવી ફરિયાદો જોવા મળી છે. રાજ્ય સરકારના જુદા જુદા વિભાગના નિવૃત કર્મચારીઓને સરકાર તરફથી પેન્શન આપવામાં આવતું હોય છે. સામાન્ય રીતે પેન્શન તા. ૩ થી ૪ સુધીમાં બેંક ખાતામાં જમા થઈ જતું હોય છે પરંતુ ચાલુ માસે આજદિન સુધી પેન્શન જમા થયું નથી. નિવૃત થયેલા વયોવૃદ્ધ કર્મચારી બેંક અને સેવા સદનના ધક્કા ખાવનો વારો આવ્યો છે. મોરબી જીલ્લાના લગભગ દોઢ હજાર જેટલા કર્મચારીઓ ને પેન્શન શા માટે આપવામાં આવ્યું નથી તથા આના માટે કોને જવાબદાર ગણવામાં આવશે .

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat