


મોરબી તા. ૦૨ :- મૂળ અડવાણ હાલ મોરબી નિવાસી સ્વ. ચંદ્રશંકર નરભેશંકર રાવલના પુત્ર મહેશચંદ્ર રાવલ (નિવૃત એએસઆઈ) તે રમેશચંદ્ર રાવલ (ધોરાજી) ના ભાઈ તથા પ્રીતેશભાઈના પિતા તેમજ દીપકભાઈના કાકાનું તા. ૧ ના રોજ અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા. ૩ ને શનિવારે સાંજે ૫ થી ૬ કલાકે ગુજરાત હાઉસિંગ બોર્ડ, બ્લોક નં ૬૫૭ શનાળા રોડ મોરબી મુકામે રાખેલ છે.

