Billboard ad 1150*250

મોરબીના નિવૃત એએસઆઈ દ્વારા અનોખો જમણવાર : ગજરાજને ભોજન કરાવી તહેવાર ઉજવ્યો

0 208
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીમાં તહેવારના લોકો ઠેર ઠેર જગ્યાએ અનોખા આયોજનો કરતાં હોય છે જેમાં તાજેતરમાં નવરાત્રીના આયોજન મોરબીમાં ભવ્ય કરવામાં આવ્યા હતા અને માતાજીની આરાધના કરવામાં આવી હતી ત્યારે અબોલ પશુઓની સેવા કરવાની લોકો સાચી સેવા ભૂલી જાય છે જુના જમાંનામાં લોકો તહેવારના દિવસોમા ગરીબોને અનાજ,કપડાંનું દાન અને અબોલ પશુઓને ચારો નાખી પોતાના તહેવારને ઉજવતા હતા અને આ તહેવારનો મુખ્ય ભાગ આપણી પરંપરા માં રહ્યો છે જેથી કોઈ પણ ગરીબ કે જીવ તહેવારના દિવસે ભૂખ્યા ન રહે પંરતુ ધીમે ધીમેં આ પરંપરા લુપ્ત થતી જતી રહી છે

Post ad 2

જેમાં મોરબી તાલુકા પોલીસમાંથી તાજેતરમાં જ નિવૃત થયેલા એ એસ આઈ મુકુંદરાય પ્રેમશંકર જોશીએ દશેરાનો તહેવાર અનોખી રીતે જ ઉજવ્યો હતો જેમાં દશેરા ના પવિત્ર દિવસે ગરીબોના પરિવારને મીઠાઈ,કપડાં અને ગજરાજને ભોજન કરાવી મહાવતને સાલ ઓઢાડી કપડાં નું દાન કર્યું હતું નિવૃત એ એસ આઈ મુકુંદરાય જોશી દ્વારા ગજરાજને પોતાના ઘરે આમંત્રિત કરી અને તેની વિધિવત પૂજા અર્ચના કરી આરતી ઉતારી અને ચોખા ઘીના લાડુનું ભોજન કરાવ્યું હતું જેમાં મોરબીમાં “ગજ ભોજન” નો આ પ્રથમ પ્રસંગ હશે તેવું કહેતા નકારી શકાય નહીં

આ બાબતે નિવૃત એ એસ આઈ મુકુંદરાય જોશીએ જણાવ્યું હતું કે લોકો પોતાના તહેવારોને પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલ રાખે એ જરૂરી છે કેમ કે અબોલ પશુઓ પણ આપણા જીવન નોંભાગ છે સાથે જ કોઈ ગજ ભોજન એ સૌથી ઉત્તમ ભોજન હોય અને કોઈ પણ જગ્યાએ જીત મેળવવા રાજાઓ એક દિવસનો ઉપવાસ કરી પોતાના ગજરાજની આરતી ઉતારી અને તેને જમણવાર કરી યુદ્ધ કે અન્ય કોઈ નો પ્રારંભ કરતા હતા અને તેમાં તેઓની જીત નિશ્ચિત થતી હતી તેવું પુરાણો માં દર્શાવવામાં આવ્યું છે જે તમને સુખી અને શાંતિમય જીવન અર્પે છે ગજરાજ ને મુકુંદરાય જોશી દ્વારા 50 કિલો ચોખા ઘીના લાડુ જમાડી પોતે પણ એક દિવસનો ઉપવાસ કરી અને દશેરાના તહેવાર ઉજવ્યો હતો  સાથે જ અન્ય લોકો દ્વારા પણ આજ રીતે તહેવારની ઉજવણી કરી આપણી સંસ્કૃતિ ને જીવત રાખે તેવો સંદેશ આપ્યો છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat