મોરબી જીલ્લમાં અત્યાર સુધીમાં ૨૦૧ લોકોને રેસ્ક્યુ કરી બચાવાયા

મોરબી જીલ્લામાં ગઈકાલ રાતથી જ ભારે વરસાદ વરસતા સમગ્ર જીલ્લો પાણી-પાણી થયો છે જેને પગલે મચ્છુ ૧-૨- અને ૩ ડેમ ઓવરફલો થતા વિવિધ સ્થળે રાહત અને બચાવ કામગીરી શરુ કરી હતી જેમાં વાંકાનેરમાં ૨૫ અને માળિયામાં ૬૦ લોકોને બચાવી લેવાયા છે જયારે માળિયામાં અન્ય સ્થળે ૧૫૦ થી વધુ લોકો ફસાયાના સંદેશ મળતા NDRFસહિતની ટીમ એ બોટ દ્વારા બચાવ કામગીરી હાથ ધરી હતી છતા અનેક વિસ્તારોમાં વિકટ પરિસ્થિતિ હોવાથી કલેકટરે હેલીકોપ્ટરની માંગ કરી હતી.દોઢેક કલાકમાં હેલીકોપ્ટર હાજર થતા બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.માળિયામાં રેલ્વે ટ્રેકનું ધોવાણ થતા હાઈવે પર વાહનોના થપ્પા  લાગ્યા.મચ્છુ-૨ના ૧૦ દરવાજા ૧૦ ફૂટે ખોલાયા છે. હાલ મળતી વિગત મુજબ સવારથી અત્યાર સુધીમાં તંત્રએ૨૦૧ લોકોને બચાવ્યા છે અને હજુ પણ સંવેદનશીલ વિસ્તારમાં તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.તેમજ મોરબીની અગલ-અલગ સંસ્થા જેવી કે જલારામ મંદિર ટ્રસ્ટ,મોરબી સિરામિક એસોસિએશન જેવી સેવાકીય સંસ્થાઓ પણ રાહત માટે દોડી ગઈ છે.

 

Comments
Loading...
WhatsApp chat