



પરીન મોટવાણી, આજે મારો જન્મદિવસ છે. મારા પપ્પા રવિભાઈ મોટવાણી મોરબી જીલ્લાના ઈટીવી રીપોર્ટર છે. તેમજ આજકાલ મોરબીના બ્યુરો ચીફ છે. હું મારા માતા કાજલબેનનો લાડકવાયો છું. મને મારા દાદા આત્મારામભાઇ અને દાદી પુનમબેન સાથે હરવા-ફરવા અને મંદિરે જવું ખુબ જ ગમે છે. કાકા બીપીનભાઈ ,કમલભાઈ ,કાકી કવિતાબેન અને તમન્નાબેન સાથે હું ખુબ જ તોફાન મસ્તી કરું છું . આજે મારા જન્મદિવસે બહેન કાવ્યા અને પીયુ સરપ્રાઈઝ ગીફ્ટ આપશે. હું મારા પરિવાર સાથે અને મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરીશ. હું હોલી સેન્ટ સ્કૂલમાં ત્રીજા ઘોરણમાં ભણું છું. તમે પણ મારી બર્થ-ડે પાર્ટીમાં સરપ્રાઈઝ ગીફ્ટ લઈને આવજો. સમગ્ર મોટવાણી પરિવારે પરીન માટે બર્થડેનું આયોજન કર્યું છે. રિપોર્ટર રવિભાઈ મોટવાણીના સુપુત્ર પરીન મોટવાણીને મોરબી ન્યુઝની ટીમ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવે છે.

