



મોરબીના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધાથી પાસેથી સેલ્ફ ડ્રાઈવે લઇ ગયેલ કારનો અકસ્માત થતા તે કારનો રીપેરીંગ ખર્ચ માગતા યુવાન પર છરી વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાવી છે
મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દ્રપ્રસ્થનગરમાં રહેતા દિક્ષિતભાઈ પ્રવીણભાઈ ભાલોડીયા (ઉ.૨૯) ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા હોય અને આરોપી હાર્દિકભાઈ બાબુલાલ ફૂલતરીયા રહે-મહેન્દ્રનગર વાળો ફરિયાદી દિક્ષિતભાઈ પટેલની ટાટા નેક્સોન કાર જીજે ૦૪ સી આર ૪૨૪૯ સેલ્ફ ડ્રાઈવિંગ થી ભાડે લઇ ગયેલ હોય અને પડધરી પાસે કાર ઝાડ સાથે ભટકાયેલ હોય જે કાર નો રીપેરીંગ ખર્ચ આરોપી હાર્દિકભાઈ ફૂલતરીયા આપતા ન હોય જે બાબતે વાતચીત કરવા ભેગા થતા આરોપીએ ફરિયાદીને ઉશ્કેરાઈ જઈ છરી વડે જમણા હાથમાં ઈજા કરી બે બે ટાંકા આવેલ તેમજડાબા હાથમાં નસમાં બે ટાંકા તથા બહાર લગભગ દસેક ટાંકા આવેલ હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

