



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીના વજેપર વિસ્તારની રહેવાસી મુસ્લિમ પરિણીતાએ ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જે બનાવ બાદ સાસરિયાઓ સામે પરિણીતાને ત્રાસ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના વજેપર વિસ્તારની રહેવાસી બેનજીરબેન રહીમભાઈ શાહમદાર નામની પરિણીતા ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને બનાવ બાદ પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી સિકંદરભાઈ વલીશાહ શાહમદાર, જીલુબેન સિકંદરભાઈ શાહમદાર, હાજીભાઇ સિકંદરભાઈ શાહમદાર, રૂકશાનાબેન હાજીભાઇ શાહમદાર, દાઉદભાઈ સિકંદરભાઈ શાહમદાર અને રેહાનાબેન દાઉદભાઈ શાહમદાર રહે બધા વજેપર વાળાએ કામકાજ બાબતે બોલાચાલી કરી મ્હેણાં ટોણા મારી ફરિયાદીને માનસિક ત્રાસ આપતા હોય જેથી કંટાળી જઈને તેને ઉંદર મારવાની દવા પીધી હોવાનું જણાવ્યું છે મહિલા પોલીસ મથકે સાસરિયાઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ મહિલા ઇન્ચાર્જ પીઆઈ એ વી ગોંડલીયા ચલાવી રહ્યા છે



