

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગ્રામીણ બી.પી.એલ. સ્વ સહાય જૂથો, સખી મંડળો અને કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના સીધા વેચાણ માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે આજે તા. ૭ થી તા. ૧૬-૧૦ સુધી મોરબી ખાતે રાષ્ટ્રીય કક્ષાના રિજ્યોનલ સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મિશન મંગલમ યોજના હેઠળ સામાકાંઠે એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રિજ્યોનલ સરસ મેલો યોજાશે.
તાલીમ અને લોન દ્વારા આજીવિકાલક્ષી કામગીરી કરી મહિલાઓને ઉત્પાદિત કરેલ ચીજવસ્તુ વેચાણ માટે પ્લેટફોર્મ મળી સકે અને ખરીદનાર સાથે સીધો સંપર્ક થાય તેવા હેતુથી આયોજિત રીજ્યોનોલ સરસ મેળાનું ઉદ્ઘાટન રાજ્ય સરકારના મંત્રી જયંતીભાઈ કવાડિયાના હસ્તે કરવામાં આવશે. આ મેળામાં ૧૦૦ સ્ટોલનું આયોજન કરેલ છે જેમાં ગુજરાતના જુદા જુદા જીલ્લામાંથી આવતા સ્વસહાય જૂથો અને કારીગરોને સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. સરસ મેળામાં હેન્ડીક્રાફ્ટ, વાંસની બનાવટ, અગરબત્તી, ભરત ગુંથણ, દોરીવર્કની બનાવટ, છોતરાની બનાવટ જેવી પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવશે.