



મોરબીમાં મચ્છુ જળ હોનારત ૧૯૭૯મા આવ્યું ત્યારે પૂરપીડીતો માટે માનવતા મહેકી ઉઠી હતી.તે આજે માળીયામાં આવેલ આસમાની આફત વખતે જોવા મળ્યું છે.મોરબીના રવાપર રોડ પર આવેલ બોનીપાર્કમાં આવેલ શ્રીજી,વિશ્વાસ,મારૂતિ,દેવ,સિદ્ધિવિનાયક અને આજુબાજુના એપાર્ટમેન્ટના બહેનોએ સાથે મળીને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ભેગા થઇને ૧૦૦૦૦ થેપલા બનાવીને માળિયા અને બનાસકાંઠાના અસરગ્રસ્ત લોકોને મોકલ્યા છે.તેમજ ગાયત્રીનગર,હરિહર,ઉમિયા ચોકના રહેવાસીઓએ કપડા,રસોઈ માટે નો સમાન પણ સાથે મોકલેલ છે.મોરબી ભાજપ મહિલા મોરચના પ્રમુખ મંજુલાબેન દેત્રોજાએ રવાપર રોડ વિસ્તારમાં જઈને અસરગ્રસ્તોને મદદ કરવા વિનતી કરી હતી અને સેવાભાવી બહેનોએ તમામ જીવન જરૂરી ચીજ-વસ્તુઓનું પેકિંગ કરીને વિતરણ માટે આપી હતી.

