રેશનીંગ ઘઉંની ગે.કા. હેરફેર કરનાર કોન્ટ્રાકટર બ્લેકલીસ્ટ કરાયો

બનાવની મળતી વિગત મુજબ મોરબીના મયુર પુલ પરથી માર્ચ ૨૦૧૬ માં શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા મેટાડોરને પોલીસે રોકીને તેની તલાશી લેતા રેશનીંગના ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. ૪૦૦૦ કિલો ઘઉંના જથ્થાની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવાનું બહાર આવતા પોલીસે વાહન કબજે લઈને આ મામલે પુરવઠા વિભાગને મામલો સોપ્યો હતો. જેમાં પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસને પગલે અનાજની ગેરકાયદેસર રીતે હેરફેર કરવામાં આવી હોવાનું સાબિત થયું હતું જેથી કોન્ટ્રાકટર કેતન આર ડુંગરાણીને પુરવઠા વિભાગ દ્વારા બ્લેક લીસ્ટ કરવામાં આવ્યો છે એટલું જ નહિ પરંતુ તેની ૬૨,૫૦૦ ની ડીપોઝીટ પણ જપ્ત કરીને તેને દંડ ફટકારવામાં આવ્યો છે. તો તે ઉપરાંત વાહનના માલિકને પણ તંત્ર દ્વારા ૬૫,૯૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગરીબો માટે સરકાર દ્વારા આપવામાં આવતા રેશનીંગના ઘઉંનો જથ્થો બારોબાર વેચી કોન્ટ્રાકટરો તગડો નફો કમાઈ લેતા હોય છે જોકે મોરબી પોલીસની સતર્કતાથી સવા વર્ષ અગાઉ આવી હેરફેર રોકવામાં આવી હતી અને કોન્ટ્રાકટર સામે તંત્ર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat