મોરબીના રંગપર અને માળિયામાંથી જુગાર રમતા ૧૨ ઝડપાયા


મોરબીના રંગપર (બેલા) ગામે જાહેરમાં જુગાર રમતા ગણપત દાનાભાઈ સાગઠીયા, દેવજી હરિભાઈ સાગઠીયા, હેમંત દેવજી પરમાર, કાંતિ જીવાભાઈ વાલ્મીકી, રાકેશ જીવાભાઈ વાલ્મીકી ને ગામના ચબુતરા પાસે જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈને તેની પાસે રહેલી રોકડ રકમ રૂપિયા ૨૬૦૦ જપ્ત કરી છે જયારે બીજા દરોડામાં માળિયાના ઘાંટીલા ગામે જાહેરમાં જુગાર અંગે બાતમી મળતા માળિયા પોલીસની ટીમે દરોડો કર્યો હતો જેમાં આરોપી નવીન દુર્ગાશંકર ઠાકર, કાન્તિલાલ શામજીભાઈ જાકાસણીયા, દિનેશ ઠાકરશીભાઈ , જયંતી રામજીભાઈ કૈલા, મગન ભૂદર લોરિયા, ખોડીદાસ ઉપાસરીયા અને આમદ હુશેન ચાનીયાને ઝડપી લઈને તેની પાસેથી રોકડ રકમ રૂપિયા ૫૫,૬૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.