મોરબી : પાણીના નળ બાબતે પાડોશી વચ્ચે બધડાટી, વાહનમાં તોડફોડ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના પીપળી રોડ પર આવેલ શિવપાર્ક સોસાયટીમાં પાણીના નળ બાબતે બોલાચાલી તથા બે જૂથ વચ્ચે મારામારી થઇ હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે તો મોરબી તાલુકા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના પીપળી રોડ પર આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ બળવંતરાય દવેના પત્ની સાહેદ બાઈ સાથે આરોપી સ્મિતાબેન દિલીપભાઈ ને નળના પાણી બાબતે બોલાચાલી થતા આરોપી સ્મિતાબેનએ આરોપી જયદેવસિંહ જાડેજા, શક્તિસિંહ ઉર્ફે ભાણુંભા અને લાલ પટેલને ફોન કરી બોલાવી તમામ આરોપીઓએ એક સંપ કરી ફરિયાદી જીગ્નેશભાઈના રહેણાંક મકાનના ફળિયામાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફરિયાદી જીગ્નેશભાઈના પત્નીને આરોપી સ્મિતાબેને ગાળો આપી જપાજપી કરી કરી લાફો મારી, રીખોડીયા ભરી તથા આરોપી જયદેવસિંહ જાડેજા અને શક્તિસિંહએ ફરિયાદી જીગ્નેશભાઈ તથા સાહેદને લાકડાના ધોકા, કપડામાં પાણા બાંધેલી પોટલીથી મારમારી ફરિયાદી જીગ્નેશભાઈને તથા તેના દીકરા દર્શનને માથામાં ઈજાઓ કરી મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી જીગ્નેશભાઈના શેરીમાં પડેલ વાહનોની તોડફોડ કરી નુકશાની કરી હોવાની ફરિયાદ જીગ્નેશભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.

તો સામાપક્ષે શક્તિસિંહ ઉર્ફે ભાણુંભા મહાવીરસિંહ ઝાલા તથા સાહેદો શિવપાર્ક-૨ માં પાણીના નળનો વાલ ચેક કરવા માટે ગયેલ હોય ત્યારે આરોપી જીગ્નેશભાઈ દવે, કિર્તનભાઈ જીગ્નેશભાઈ દવે અને દર્પણભાઈ જીગ્નેશભાઈ દવેએ તેના બાજુવાળા સાથે નળના પાણી બાબતે બોલાચાલી કરતા હોય તેને સમજાવવા જતા આરોપી જીગ્નેશભાઈએ ઉશ્કેરાઈ જી ફરિયાદી શક્તિસિંહ ઝાલાને માથામાં લોખંડની સાકળ મારી ઈજા કરી આરોપી કીર્તનભાઈએ ફરિયાદી શક્તિસિંહને જમણા ખંભે લાકડીનો ઘા મારી આરોપી દર્પણભાઈએ તલવાર સાથે હાજર રહી ત્રણેય આરોપીઓએ ફરિયાદી શક્તિસિંહને ગાળો આપી હોવાની ફરિયાદી શક્તિસિંહએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.

તેમજ મોરબી તાલુકા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat