



શરદ પૂનમની રઢિયાળી રાત્રીના મોરબી શહેરમાં ઠેર ઠેર રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજપૂત સમાજ, બ્રહ્મસમાજ અને જીલ્લા પોલીસ પરિવારના સભ્યો ગરબે ઘૂમ્યા હતા
મોરબી રાજપૂત સમાજ દ્વારા દરબાર ગઢ ખાતે રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા સરદાર બાગ નજીક રાસ ગરબા મહોત્સવ યોજવામાં આવેલ તો સામાકાંઠે તાલુકા પોલીસ લાઈનમાં જીલ્લા પોલીસ પરિવાર માટે યોજાયેલા રાસોત્સવમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો ગરબે ઘૂમ્યા હતા વિવિધ સ્થળોએ રઢિયાળી રાત્રીનો રંગ જામ્યો હતો અને પરિવાર સાથે ગરબે ઘૂમીને આનંદ લીધો હતો તેમજ દૂધ પોંઆનો પ્રસાદ લીધો હતો
તો રઢિયાળી રાત્રીના મોરબીના મચ્છુ ૨ ડેમ પર લોકો ઉમટી પડ્યા હતા અને શરદ પુનમની રાત્રીનો આનંદ લીધો હતો
જુઓ શરદોત્સવનો વિડીયો…..



