



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબી રાજપૂત સમાજ દ્વારા છેલ્લા ૪૭ વર્ષથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહન આપવા માટે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાય છે જેમાં આજે મોરબીમાં આયોજિત રાજપૂત સમાજના સન્માન સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણ મંત્ત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભાજપ અગ્રણી આઈ કે જાડેજા, રાજ્ય કક્ષા મંત્રી જયદ્રથસિંહ પરમાર, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ગયાત્રીબા વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા
વિદ્યાર્થી સન્માન સમારોહમાં કોલેજ તેમજ અનુસ્તાનક કક્ષા સુધીના વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવેલ તે ઉપરાંત વર્ષ ૨૦૧૮-૧૯ માં લેવાયેલ જીપીએસસી પરીક્ષામાં પાસ થયેલ ક્ષત્રીય રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું સમારોહમાં જીલ્લા કલેકટર આર જે માંકડિયા, પ્રાંત અધિકારી શિવરાજસિંહ ખાચર, જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકી, પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમારોહમાં ગૃહ રાજ્ય મંત્રી અને શિક્ષણ મંત્રીએ શિક્ષણનું મહત્વ સમજાવીને સમાજના દરેક યુવાનો શિક્ષિત બને તેમ જણાવ્યું હતું



