આઠ બાઈક ચોરી કરનાર શખ્સ ક્યાંથી ઝડપાયો ?

મોરબી અને રાજકોટમાંથી આઠ બાઈક ચોરી કરનાર શખ્સને ઝડપી લેવામાં મોરબી એલ.સી.બી ટીમને સફળતા મળી છે, પોલીસે આઠ ચોરાઉ બાઇક સાથે બંગાવડી ગામના યુવાનને ધરપકડ કરી છે

બનાવની મળતી વિગત મુજબ જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સુચના મુજબ એલ.સી.બી ઇન્ચાર્જ પી.આઇ આર.ટી.વ્યાસને વાહન ચોરીના ગુનાઓ રોકવા તથા ડીટેકટ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા ને ખાનગી રાહે મળેલ હકિકત આધારે રાજેન્દ્રસિંહ મયુરધ્વજસિંહ જાડેજા, ઉ.૨૩ બંગાવડી તા.ટંકારા વાળાને મોરબી નવા બસ સ્ટેન્ડ પાસેથી મોટરસાયકલ સાથે પકડી તેની પુછપરછ કરતા આ બાઈક  તથા અન્ય સાત બાઈક  મોરબી નવા બસ રટેન્ઠની આજુબાજુ માંથી તથા મોરબી સ્કાયમોલ પાસેથી તથા રાજકોટ રેલનગર પાસેથી પોતાના મિત્ર સાથે મળી ચોરી કરેલની કબુલાત આપી હતી.

જેના આધારે એલ.સી.બી ટીમે તમામ મોટરસાયકલો એલ.સી.બી. કચેરીએ લાવી ચોરાયેલ મોટરસાયકલો બાબતે ખરાઇ કરતા મોરબી સીટી એ ડીવી. પોસ્ટે. વિસ્તારના મોટરસાયકલ નંગ-૬ તથા રાજકોટ રેલ્વે પોસ્ટે. વિસ્તારના મોટરસાયકલ નંગ ૨ એમ કુલ ૮ વાહન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ગુન્હામાં ગયેલ મોટર સાયકલ નંગ-૮ મુદામાલ રિકવર કરી મુખ્ય આરોપીને પકડી પાડેલ છે.

Comments
Loading...
WhatsApp chat