મોરબીમાં ગૌરસ સમિતિની મીટીંગમાં મોરબી-રાજકોટના હોદેદારોમાં કોની કોની વરણી કરવામાં આવી

મોરબીમાં ગોરસ સમિતિની મિટિંગ યોજાઈ હતી. જેમાં મોરબી તેમજ રાજકોટ જીલ્લાના નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ રાયકા,પ્રદેશ મહામંત્રી દશરથભાઈ દેસાઇ,રમેશભાઈ દેસાઇ તેમજ મોરબી જીલ્લાના રબારી સમાજનાં આગેવાનો , સંતો, ભુવાઆતાઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાઓએ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.

ગોરસ સમિતિના ગુજરાત પ્રદેશ ગોરસ મહામંત્રી રમેશભાઇ બધાભાઇ રબારી -મોરબી, મોરબી જિલ્લા ગોરસ.પ્રમુખ મનસુખભાઇ ધનજીભાઇ -બેલા, રાજકોટ શહેર ગોરસ.પ્રમુખ અમિતભાઇ બાબુભાઇ રબારી -રાજકોટ, મોરબી શહેર ગોરસ.પ્રમુખ રવીભાઇ વાલાભાઇ રબારી-મોરબી, મોરબી જિલ્લા ગોરસ.ઉપપ્રમુખ દેવાભાઇ સામતભાઇ રબારી- લુટાવદર, મોરબી તાલુકા ગોરસ. પ્રમુખ હમીરભાઇ પરબતભાઇ રબારી- ઘુટુ, મોરબી તાલુકા ઊપ પ્રમુખ દેવસીભાઇ બિજલભાઇ -મકનસર, ટંકારા તાલુકા પ્રમુખ ગોરસ નયનભાઇ જીવણભાઇ રબારી-નસીતપર , ટંકારા તાલુકા ઊપ પ્રમુખ મહેશભાઇ દેવશીભાઇ રબારી-લજાઇ, વાકાનેર તાલુકા પ્રમુખ ગોરસ કરસનભાઇ દેવશીભાઇ રબારી-ઝાલિડા, વાકાનેર શહેર પ્રમુખ ગોરસ શૈલેશભાઇ રામજીભાઇ રબારી -વાકાનેર, મોરબી શહેર ઊપપ્રમુખ ગોરસ ડાયાભાઇ દેવશીભાઇ રબારી -મોરબી, મોરબી જિલ્લા મહામંત્રી ગોરસ જીવણભાઇ દેવરાજભાઇ રબારી-રાજપર, મોરબી તાલુકા મહામંત્રી ગોરસ કાથડભાઇ થોભણભાઇ રબારી-ધરમપુરની નિમણૂક કરવામાં આવી હતી

Comments
Loading...
WhatsApp chat