



મળતી વિગત મુજબ રાજકોટ-મોરબી હાઇવે પર સાંજે ધ્રુવનગર પાસે ઇનોવા કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થયો હતો. બને વાહનો અથડાયા બાદ રોડથી ઘણા નીચે ઉતરી ગયા હતા અકસ્માત થતા મોટી સંખ્યામાં લોકો ત્યાં પોહ્ચ્યા હતા. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નથી પણ સાંજના સમયે થયેલ અકસ્માત બાદ બને વાહનો નીચે હોવાથી ત્યાંથી પસાર થતા લોકો ત્યાં અકસ્માત જોવા માટે ઉભા રેહતા જોવા મળ્યા હતા જો કે સતાવાર અગે કોઈ ફરિયાદ થઇ નથી

