રાજકોટ-મોરબી હાઈવે પર બંધ ટ્રક પાછળ છાપા ભરેલી ક્રુઝર ધુસી

મળતી વિગત મુજબ રાજકોટ મોરબી રોડ પર ખોડિયાર મંદિર પાસે  બંધ પડેલ ટ્રક પાછળ રાજકોટથી છાપા ભરીને મોરબી તરફ આવતી કુઝર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમા મજુરી કામ માટે આવેલા બે આદીવાસીને ઈજા પહોંચી હતી અને ઘાયલને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જોકે ડ્રાઈવરને ક્યાય પણ ઈજા નથી એવુ જાણવા મળ્યું હતું. અકસ્માત સર્જાયો ત્યારે ધીમી ગતિએ વરસાદ થયો હતો જેથી આ ધટના ધટી હોય તેવી લોકમુખે ચર્ચાઈ છે.

 

Comments
Loading...
WhatsApp chat