

મોરબીના રાજપર ગામના ગ્રામજનો અને નવજીવન યુવા ગ્રુપ દ્વારા બનાસકાંઠાના પૂર પીડિતો માટે ગામમાંથી ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો જેમાંથી નાના બાળકોના કપડાં,ચપ્પલ,પાણીની બોટલ,ફળ,ધાબળા તેમજ રસોઈની કાચી સામગ્રી બે ટ્રક ભરી બનાસકાંઠાના સુખપુર,અદગામ અને વાયદપુરામાં લોકોને હાથો હાથ સહાય પહોંચાડવામાં આવી હતી. આ સમગ્ર કાર્યમા નવજીવન યુવા ગ્રુપના ગ્રુપના અગ્રણી જયેશભાઇ મારવાણીયા,હિતેશભાઈ મારવાણીયા,મનોજભાઈ અઘારા,અનિલભાઈ કોટડીયા,રમેશભાઈ વાઘડિયા કલુભાઈ રામજીભાઈ સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.