



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીના મોચી શેરીમાં જુગાર રમતા ચાર શખ્સોને એ ડીવીઝન પોલીસે રૂપિયા ૧૦ હજારથી વધુની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા તો મોરબી તાલુકા પોલીસે ઘૂટું ગામ નજીક જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી રૂપિયા ૭ હજારથી વધુની મતા કબજે કરી હતી
બનાવની મળતી વિગત મુજબ મોરબીના મોચીશેરીમાં જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમી પોલીસને મળી હતી પોલીસે ત્યાં રેડ કરતા ભાવેશ કુભારીયા, અમિત રાતડીયા , શાહનવાઝ કાંસમાંણી અને રવિ સોલંકીને રૂપિયા ૧૦,૪૨૦ ની મતા સાથે જુગાર રમતા ઝડપ્યા હતા
જયારે તાલુકા પોલીસની ટીમેને બાતમી મળી હતી કે ઘૂટું નજીક જુગાર રમાય રહ્યો છે ત્યારે ત્યાં પોલીસે ટીમે રેડ કરતા ચંદુભાઇ પુંજાભાઇ ઉડેશા, ચંદુભાઇ બીજલભાઇ પેથાણી, રાજેશભાઇ મગનભાઇ અદગામા અને નીલેશભાઇ પુંજાભાઇ ઉડેશા જાહેરમાં પતા ટીચતા પોલીસે ઝડપી અને રૂપિયા ૭૧૫૦ ની રોકડ કબજે કરી આમ કુલ બે દરોડામાં પોલીસે આઠ શખ્સોને ઝડપી રૂપિયા ૧૭,૬૭૦ ની રોકડ કબજે કરી છે



