મોરબીમાં મેઘરાજાએ અષાઢી બીજના વધામણા કર્યા

મોરબી જિલામાં ઘણા લાંબા સમય  પછી આજે સાંજે વરસાદે અષાઢી બીજે વર્ષરાણી પધારામી કરી હતી. વરસાદના આવતા લોકો આનદની લાગણી જોવા મળી હતી મોરબી ,માળીયા અને ટંકારા કેટલાક ગામોમાં સારો વરસાદ થયો છે તેવું ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું જ્યારે મોરબી શહેરમાં મોડી  સાંજે ગાજવીજ સાથે મેઘરાજા દેખા દીધી હતી વરસાદ આવતા ની સાથે જ લોકો ઘરની બહાર આવી ગયા હતા અને વરસાદમાં નાહવાનો આનદ ઉઠાવ્યો હતો પણ વરસાદ થોડી વાર પછી ધીમો થયો હતો પણ મેઘરાજાએ અષાઢીબીજ નું મુર્હત સાચવી લેતા જગતના તાતા અને લોકોમાં આનદની લાગણી હતી

Comments
Loading...
WhatsApp chat