ડીજીટલ ઇન્ડિયાના નારા વચ્ચે મોરબીમાં હજુ રેલ્વેની પૂઠા ટીકીટનો જમાનો

નજરબાગ સ્ટેશનેથી પૂઠા ટીકીટ દ્વારા મુસાફરી

મોરબી શહેરને આમ તો રેલ્વેની ખાસ કાઈ સુવિધા મળતી નથી. મોરબીથી વાંકાનેર ડેમુ ટ્રેન અને સાપ્તાહિક ટ્રેનને બાદ કરતા મોરબીવાસીઓ માટે રેલ્વેની સુવિધા ના હોવા બરાબર જ છે છતા મોરબીથી વાંકાનેર ડેમુ ટ્રેનનો નિયમિત હજારો મુસાફરો ઉપયોગ કરે છે જોકે મોરબીના રેલ્વે સ્ટેશને હજુ પૂઠા ટીકીટ આપવામાં આવી રહી છે. પૂઠાની ટીકીટ પર છાપેલી કિમત રૂપિયા પાંચ દર્શાવાય છે છતાં લોકલ સ્ટેશનના ચાર્જ રૂપિયા ૧૦ વસુલવામાં આવી રહ્યા છે. મોરબીના રેલ્વે સ્ટેશનથી નજરબાગ નજીક આવેલી કોલેજના વિદ્યાર્થીઓ પણ જતા હોય છે જેનું અંતર માંડ ત્રણથી ચાર કિલોમીટર થતું હોય છે અને પાંચ રૂપિયાની પ્રિન્ટ વાળી પૂઠા ટીકીટના ૧૦ રૂપિયા વસુલવામાં આવે છે તો પૂઠા ટીકીટમાં પાંચ રૂપિયાના સ્થાને બોલપેનથી ૧૦ રૂપિયા લખીને ૧૦ રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. જે ૧૦ રૂપિયાનો ભાવ ખાનગી વાહનચાલકો મુસાફરો પાસેથી વસુલી રહ્યા છે જેથી સસ્તી અને સલામત મુસાફરી તરીકે ઓળખાતી રેલ્વેની મુસાફરી મોરબીવાસીઓ માટે ખોટનો સોદો પુરવાર થઈ રહી છે.

Comments
Loading...
WhatsApp chat