મોરબીમાં બે સ્થળે દારૂના દરોડા,૫ ઝડપાયા-૪ ફરાર

મોરબીના ખોડીયારનગર નજીક આવેલ નાલા પાસે બાવળની કાંટમાં વિદેશી દારૂ છુપાવીને વેચાણ થતું હોવાની ખાનગી બાતમી આધારે મોરબી એ.ડીવીઝન પોલીસે દરોડો પડતા વિદેશી દારૂની ૫૫ બોટલ કીમત રૂ.૧૬૫૦૦ સાથે કૌશલ ઉર્ફે કવો રમેશભાઈ રામાનુજ (ઉ.૨૨) રહે-શનાળા બાયપાસ,મુરલીધર હોટલ પાછળની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે મોરબીના કાલિકા પ્લોટ,નર્મદા હોલ પાસે વિસ્તારમાં રહેતા સીદીક ઈસ્માઈલ ચાનિયાના ઘરે વિદેશી દારૂ છુપાવીને વેચાણ કરતો હોવાની ખાનગી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરએ દરોડો પડતા ત્યાંથી વિદેશી દારૂ બોટલ નંગ ૧૪ કીમત રૂ.૧૨૮૦૦,મોબાઈલ નંગ-૧૩ કીમત રૂ.૩૪૦૦૦ અને દારૂના વેચાણ માંથી મળેલ રકમ રૂ.૩૩૭૫૦ સહિત કુલ રકમ ૮૧૫૫૦ જપ્ત કરીઇકબાલ બસીરભાઈ મીર,મકસુદ હનીફભાઈ ચાનિયા,મહમદજુનૈદ સીદીકભાઈ ચાનિયા,રહીમ આદમભાઈ ચાનિયાની ઝડપી લીધા હતા તો રહીમ વલીમહમદભાઈ ચાનિયા,સલીમભાઈ કરીમભાઈ સંધી અને અન્ય બે શખ્સો સહિત એમ ચાર નાશી છુટયા હતા.આ અંગે મોરબી એ.ડીવીઝન પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat