Billboard ad 1150*250

મોરબી રાજપૂત સમાજનો 30મીએ સરસ્વતી સન્માન સમારંભ

0 389

મોરબી રાજપૂત સમાજના આગેવાનોએ 30મી જુલાઈએ સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કર્યું છે. જેમાં ધોરણ 5થી લઈને ઉચ્ચ અભ્યાસ સુધી પ્રતિભાવંત વિદ્યાર્થીઓને, મહાનુભાવોને પુરસ્કાર, સન્માન અને સ્મૃતિચિહ્ન આપવામાં આવશે. મોરબીના શનાળા રોડ ખાતે આવેલા સ્કાય મોલ ખાતે બપોરે 1:30 વાગ્યે યોજાશે. સમાજના વિકાસ માટે છેલ્લા 45 વર્ષથી કાર્યક્રમ કરવામાં આવે છે. આ પ્રસંગે ખાસ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, આઈ.કે.જાડેજા, લીંબડી ધારાસભ્ય કિરીતસિંહ રાણા, ગોંડલ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા મુખ્ય અતિથિ રહેશે. સમારંભના અધ્યક્ષ સ્થાને વિરોધપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા રહેશે. અતિથિ વિશેષ તરીકે નાયબ શિક્ષણ સચિવ અશોકસિંહ પરમાર, એસપી જયપાલસિંહ રાઠોડ સહિતના મહાનુભાવો હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને શુભેચ્છા પાઠવશે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat