

મોરબીમાં વાંચવાનો અનેરો ટ્રેન્ડ ચાલ્યો છે અને યુવાનોથી માંડીને વયોવૃદ્ધ પણ વચન તરફ વળ્યા છે.મોરબીમાં દર મહિનાના પહેલા રવિવારે સરદારબાગ ખાતે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે.જેમાં યુવાનોથી માંડીને વૃદ્ધ પુસ્તક વાચવા લઇ જઈ છે અને મોરબીની સંસ્થાઓ દ્વારા ત્યાં પુસ્તકનું દાન કરવામાં આવે અને અનેક સસ્થાઓ ત્યાં રોકડ દાન પણ આપે છે.આ રોજ પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૭૦૦ જેટલા પુસ્તકો રાખવામાં આવ્યા હતા તેમજ આજ રોજ ૪૫૦ થી વધુ લોકો દ્વારા લાભ લેવામાં આવ્યો,૬૦ જેટલા વાચકો પુસ્તક વાચવા લઇ ગયા,૩૮ થી વધુ પુસ્તક ભેટમાં આવ્યા અને ૬૦૦૦ રૂ.નું રોકડ દાન પણ આવ્યું હતું.