



ચોમાસાની ઋતુને અનુલક્ષીને સ્વાઇન ફ્લુ તથા વાહકજન્ય (મચ્છરથી ફેલાતા) રોગોની અટકાયતી માટે પગલાં લેવા જાહેર જનતાને ખાસ અપીલ છે.
સ્વાઈન ફ્લુ શું છે ?
H1N1 ઇન્ફ્લુએન્ઝા વાઇરસથી થતી ફ્લુ જેવી જ બીમારી છે જે માણસથી માણસમાં ફેલાય છે.
સ્વાઈન ફ્લુરોગના લક્ષણો :-
→ શરદી, ખાંસી અને ગળામાં દુઃખાવો, ભારે તાવ
→શરીર તુટવું અને નબળાઈ
→ ઝાડા કે ઝાડા-ઉલ્ટી થવા
→ શ્વાસ ચઢવો જેવા ન્યુમોનિયાના લક્ષણો જણાય
ખાસ કાળજી :-
પાંચ વર્ષથી નાના બાળકો,સગર્ભા સ્ત્રી, ૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓ, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, લાંબી બીમારીથી પીડાતા વ્યક્તિ, આ ઉપરાંત દમ, શ્વાસનતંત્રના રોગો, મધુપ્રમેહ (ડાયાબિટીસ), હૃદયરોગ, કીડની, રક્તવિકાર, મગજ અને મજ્જાતંતુના રોગીઓ તેમજ એચ.આઈ.વી.ના દર્દીઓને આ રોગ જોખમી પુરવાર થઈ શકે છે.
સ્વાઈન ફ્લુથી બચવા શું કરવું ?
→ ખાંસી કે છીંક આવે તો મો પર રૂમાલ કે ટીસ્યુ પેપર રાખવું.
→ નાક, મો અને આંખ પર હાથથી સ્પર્શ ન કરવો.
→ વારંવાર સાબુથી હાથ ધોવા (૨૦ સેકન્ડ સુધી) અથવા આલ્કોહોલ યુક્ત હેન્ડવોશથી હાથ ધોવા.
→ નાક અને મો ને ઢાંકતો માસ્ક કે બુકાની પહેરવી.
→ હસ્તધૂનન કે અન્ય શારીરિક સંપર્ક ટાળવો અને થાય તો હાથ ધોવા
→જ્યાં ભીડ હોય ત્યાં જવાનું ટાળવું. દા.ત. શોપિંગ મોલ, થીયેટર વિગેરે.
→ માંદા વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવું.
→બીમાર હોય તો ઘરમાં જ રહેવું.
→ સાર્વજનિક જગ્યા જેવી કે નળ, ઘરનો દરવાજો, કોમ્પ્યુટર માઉસ કે કિ-બોર્ડ વગેરે વાપર્યા પછી સાબુથી હાથ ધોવા
→ તંદુરસ્ત જીવન જીવવું જેવું કે પુરતો આરામ, સાત્વિક આહાર, પાણી વધારે પીવું, કસરત કરવી, તણાવમુક્ત રહેવું.
→ સ્વાઈન ફ્લુ જાહેર વિસ્તારમાં જવાનું ટાળવું.
→ શરદી-ખાંસી થાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ ખાતે ડોક્ટરનો સંપર્ક કરવો.
→ ધીરજથી કામ લેવું અને અંધાધુંધી ફેલાવવી નહી.
———————
મચ્છરજન્ય (મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા) રોગચાળા અટકાયતી માટે શું કરવું ?
→ પાણીના સંગ્રહના તમામ પાત્રો હવાચુસ્તુ બંઘ રાખવા.
→સીડી નીચેના ટાંકા હવાચુસ્ત બંઘ થઇ શકતા નથી અને દર અઠવાડીયે સાફ ૫ણ થઇ શકતા ન હોવાથી તેમાં દર અઠવાડીયે કેરોસીન નાખવું અથવા મોટા ટાંકા હોય તો તેમાં પોરાભક્ષક માછલી મુકવી.
→ પાણી ભરવાની કુંડી પાણી ગયા બાદ ક૫ડાથી કોરી કરી સાફ કરવી.
→ ૫શુને પાણી પીવાની કુંડીમાં દરરોજ અંદરની સપાટીમાં બ્રશથી ઘસીને સાફ કરી ત્યાર બાદ જ નવું પાણી ભરવું.
→ટાયર, ડબ્બાક-ડુબ્લી તથા અન્યથ ભંગારનો યોગ્ય્ સ્થ ળે નીકાલ કરવો.
→ ૫ક્ષીકુંજમાં દરરોજ અંદરની સપાટીમાં બ્રશથી ઘસીને સાફ કરી ત્યાર બાદ જ નવું પાણી ભરવું.
→ છોડના કુંડામાં પાણી શોસાઇ જાય તેટલું જ પાણી નાખવું તથા કુંડા નીચે ટ્રે કે અન્ય. પાત્ર ન રાખવું.
→ ફુવારા તથા સુશોભન માટે બનાવેલ જગ્યા માં પાણી જમા રહેતું હોય તો તેની નીયમીત સફાઇ કરવી.
→ફ્રીજની ટ્રે દર ત્રીજા દિવસે ખાલી કરી સાફ કરવી.
→ નવા વિકસતા વિસ્તા રમાં ખાસ કરીને બાંઘકામ સાઇટ ૫ર લીફટ માટે બનાવેલ ખાડા, સેલરમાં પાણી જમા ન રહે તેની તકેદારી રાખવી, જો પાણી જમા રહે અને તાત્કા લીક નીકાલ શકય ન હોય તો તેમાં કેરોસીન નાખવું.
→શાળામાં, ફ્રીઝની ટ્રે, કુલર, ફુવારા, ટાંકા-ટાંકીની નીયમીત સફાઇ કરવી અને બાળકોને આખીબાયના ક૫ડા ૫હેરવા સુચન કરવું.
→ ઘરની આસપાસ, અગાશી, છજ્જામાં રહેલ ટાયર, ડિસ્પોઝેબલ કપ, ડીશ, તુટેલા વાસણો, નાળીયેરની કાછલી, અન્ય ભંગાર કે એવા કોઇપણ વસ્તુઓ કે જેમાં વરસાદી કે અન્ય પાણી ભરાય રહે છે તેનો તાત્કાલીક યોગ્ય જગ્યાએ નિકાલ કરો.
→તાવ આવે કે તરત જ નજીકનાં આરોગ્ય કેન્દ્ર પર ડોકટરનો સંપર્ક કરો અને લોહીનુ નિદાન કરાવો અને સંપૂર્ણ સારવાર લો.

