



મોરબી જિલ્લા પંચાયત હસ્તકના 6 જુનિયર કલાર્કની સિનીયોરિટિના આધારે સિનીયર કલાર્કના પદે બઢતી કરવામાં આવી છે. જેમાં હિસાબની શાખામાં સિનીયર કલાર્કના પદે આ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.
જ્યાં એ.એસ.સોનાગ્રાની તાલુકા પંચાયત હળવદ ખાતે, આર.ગઢીયાને તાલુકા પંચાયત મોરબી ખાતે, પી.જી.બાલાસરાની તાલુકા પંચાયત ટંકારાથી તાલુકા પંચાયત મોરબી ખાતે, એ.એચ.ભીંડોરાની આઇ.સી.ડી.એસ. ઘટક-૧ વાંકાનેરથી તાલુકા હેલ્થ ઓફીસ,વાંકાનેર સિનિયર કલાર્કની જગ્યાએ બદલી કરવામાં આવી છે. જ્યાં તેમને અઠવાડીયામાં બે દિવસ મંગળવાર અને શુક્રવારે જિલ્લા પંચાયતની મહેકમ, વહીવટ, અને વિકાસ શાખામાં પગારબીલ તથા હિસાબી સંલગ્ન કામગીરી કરવાની રહેશે.
આ ઉપરાંત બી.એસ.ડાભીની તાલુકા પંચાયત વાંકાનેરમાં સિનિયર ક્લાર્કના પદે અને એચ.ડી.વડાવીયાની મોરબીની બાંધકામ શાખામાંથી માર્ગ અને મકાન ચાયત પેટા વિભાગમાં હળવદ સિનિયર ક્લાર્કના પદે બદલી કરવામાં આવી છે. જેમાં એચ.ડી.વડાવીયાને જ્યાં સુધી હુકમ ન થાય ત્યાં સુધી હાલ જે કચેરીમાં ફરજ બજાવે છે ત્યાં ફરજ બજાવવાની રહેશે. તેમમોરબી જિલ્લા પંચાયતની સતાવાર યાદી,આ જણાવવામાં આવ્યું છે.

