

મોરબીમાં સામાન્ય દિવસોમાં તો ટ્રાફિકજામ જોવા મળતો હોય છે પરંતુ આજે રક્ષાબંધનના પ્રવિત્ર પર્વ પર ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળ્યો છે. અનેક જગ્યાએ વાહનોની લાંબી કતારો લાગી હતી અને વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયા હતા.
મોરબીમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે અને ખાસ કરીને સામાકાંઠે પુલથી માંડીને છેક ત્રિકોણ બાગ સુધી,રામચોક, રવાપર રોડ, ઉમિયા સર્કલ, કેનાલ રોડ અને નવલખી ફાટક પાસે દરરોજ ટ્રાફિકજામ સર્જાયા કરે છે આ ટ્રાફિકજામના કારણે વાહનોની લાંબી કતારો લાગે છે અને તેમાં વાહનચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિકજામમાં અટવાયા રહેવું પડે છે.
જુઓ વિડીયો…………