મોરબી : પોસ્ટ ઓફીસના સબ પોસ્ટ માસ્તરે લાખોની ઉચાપત કરી…

પોસ્ટઓફીસના ઇન્સ્પેકટરે નોંધાવી પોલીસ ફરિયાદ

        મોરબીના સામાકાંઠે આવેલી નજરબાગ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા સબ પોસ્ટ માસ્તરે તેની ફરજ દરમિયાન લાખોની સરકારી રકમની ઉચાપત કરી હોય જે અંગે ખાતાકીય તપાસ બાદ નાણા ઉચાપતની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે

        મૂળ ભાવનગરના રહેવાસી અને હાલ મોરબીમાં રહીને મોરબી મેઈન પોસ્ટ ઓફિસમાં ઇન્સ્પેકટર ઓફ પોસ્ટ ઓફીસ તરીકે ફરજ બજાવતા યોગેશભાઈ કનૈયાલાલ જોષીએ બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી ગોવિંદ ખીમાભાઈ પરમાર રહે રાજકોટ નાના મૌવા રોડ વાળા ગત તા. ૧૫-૦૨-૧૬ થી ૨૭-૦૯-૧૬ સુધી પી પી ડબલ્યુ પોસ્ટ ઓફિસમાં સબ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા હતા દરમિયાન વિવિધ ફરિયાદના પગલે તા. ૨૭-૦૯-૧૬ ના રોજ તપાસ ટીમ દ્વારા તપાસ કરતા સરકારી હિસાબની સિલક રૂ ૧૧,૩૨,૧૮૪ થવી જોઈએ

પરંતુ તા. ૨૭-૦૯ ના રોજ દીવંસ અંતના સરકારી હિસાબે હાથ ઉપર રૂ ૮,૮૭,૮૦૭ બતાવેલ અને મૂળ રકમ કરતા રૂ ૨,૪૪,૩૭૬ સરકારી હિસાબ કરતા ઓછા બતાવી સરકારી નાણા પોતાના હાથ પર રાખી સરકારી નાણાનો પોતે અંગત ઉપયોગ કરી સરકારી નાણા ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે

Comments
Loading...
WhatsApp chat