Billboard ad 1150*250

મોરબી પોલીસની સેવાભાવના, ટ્રાફિક પોલીસે રોડના ખાડા બુર્યા

0 80
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        પોલીસ પ્રજાનો મિત્ર છે ઉક્તિ સાર્થક કરતા કિસ્સા મોરબીમાં અનેક જોવા મળે છે મોરબી પોલીસનો માનવીય અભિગમ અને સેવાભાવનાના કિસ્સાઓ છાશવારે માધ્યમોમાં ચમકતા રહે છે ત્યારે રવિવારે તખ્તસિંહજી રોડ પર તૈનાત ટ્રાફિક પોલીસે નવરાશની પળોમાં રોડ પરના ખાડાઓ બુર્યા હતા

Post ad 2
Post ad 3

        મોરબીમાં ચોમાસાની સિઝનમાં અતિ ભારે વરસાદને પગલે શહેરના મોટાભાગના રોડ રસ્તાઓની હાલત બિસ્માર છે ઠેર ઠેર ગાબડાઓ જોવા મળે છે જોકે જવાબદાર તંત્રને રાજકારણમાંથી ફુરસદ મળતી નથી અને આવા ખાડા બુરવા મુર્હતની રાહ જોઈ રહ્યા છે ત્યારે શહેરનો તખ્તસિંહજી રોડ વનવે રોડ હોય જ્યાંથી હજારો વાહનચાલકો રોજ પસાર થતા હોય છે

પરંતુ અહી ગાબડાને પગલે વાહનચાલકોને હાલાકી સહન કરવી પડે છે જેથી નાગરિકોની પીડાને સમજતા ટ્રાફિક પોલીસના જવાનોએ જાતે રોડની મરમ્મતની કામગીરી કરી હતી વાહન ટોઈંગ માટેની ટ્રાફિક પોલીસની કામગીરી બજાવતા જીલુભાઈ ગોગરા અને લાભભાઈ બાલાસરાએ તખ્તસિંહજી રોડ પરના ખાડાઓ બુરવાનું શુભ કાર્ય જાતે કર્યું હતું

        તંત્ર કરતુ નથી અને તંત્રએ કરવું જોઈએ તેવી ફરિયાદો કરવાને બદલે જાતે કાર્ય કરીને લોકોને મુશ્કેલીમાંથી રાહત આપવાની ભાવના સાથે ટ્રાફિક જવાનોએ જાતે મોરમ નખાવીને પાવડા તગારા ઉપાડી રોડની મરમ્મત કરી હતી ત્યારે અહીંથી પસાર થતા સામાન્ય નાગરિકો પણ પોલીસની કામગીરીને બિરદાવી સલામ કરતા રોકી શક્યા ના હતા તો બીજી તરફ નીમ્ભર પાલિકા તંત્રને શરમ આવતી નથી તેવી ફરિયાદો પણ લોકોના મુખે જોવા મળી હતી  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat