



મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસની ટીમ ટ્રાફિક ડ્રાઈવ યોજી નિયમભંગ કરનાર વાહનચાલકોને કાયદાનું ભાન કરાવી રહી છે જેમાં વધુ ૭૪૩ વાહનોના ચેકિંગ ઉપરાંત ૩૭,૮૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
મોરબી જીલ્લા એસપીના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસ દ્વારા અને ટ્રાફિક શાખા દ્વારા વધુ એક ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં કુલ ૭૪૩ વાહનોના ચેકિંગ કરવામાં આવ્યા હતા તેમજ વધુ સ્પીડે રોંગ સાઈડમાં વાહન ચલાવતા ૦૯ વાહનો તેમજ અડચણરૂપ રાખેલ ૦૧ વાહન, વાહનના જરૂરી દસ્તાવેજો નહિ રાખેલા ૨૩ ઈસમો વિરુદ્ધ કેસો કરવામાં આવ્યા હતા
તેમજ અન્ય ટ્રાફિક નિયમભંગના જેમાં શીટ બેલ્ટ નહિ પહેરવાના અને બ્લેક ફિલ્મ અને ફેન્સી નંબર પ્લેટ મળી કુલ ૧૮૧ વાહનચાલકોને સ્થળ પર ૩૭,૮૦૦ નો દંડ વસુલાયો છે અને હથિયારબંધી જાહેરનામાંના ૨ કેસ કવામાં આવ્યા છે તો સીટી ટ્રાફિક શાખાને અલગથી રીક્ષા ચેકિંગ ડ્રાઈવ આપી વાહન ચેક કરવાની સુચના આપતા ઓટો રીક્ષા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સુચનાને પગલે એમ.વી. એક્ટ ૨૦૭ મુજબ ૫૧ ઓટો રીક્ષા ચાલકો વિરુદ્ધ કેસ કર્યા છે તેમજ ૧૩૪ વાહનચાલકો વિરુદ્ધ સમાધાન શુલ્ક તરીકે ૨૬,૧૦૦ દંડ વસુલ કરેલ છે



