



મોરબી પંથકમાં એક બાદ એક એટીએમ ફ્રોડના કિસ્સા પ્રકાશમાં આવ્યા બાદ વેપારીઓથી લઈને નાગરિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને ભેજાબાજ શખ્શોએ સમગ્ર રાજ્યમાં તરખાટ મચાવ્યા બાદ જુનાગઢ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા જે આરોપીનો મોરબી પોલીસે કબજો મેળવી કોર્ટમાં રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી હતી.
મોરબી સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે એટીએમ ફ્રોડના સિલસિલા બાદ બે ભેજાબાજ ઈસમો સંદીપ રાજેન્દ્ર કૌશિક જાતે બ્રાહ્મણ રહે મૂળ હરિયાણા અને વિક્રમ અજયવિક્રમ શર્મા રહે માણસા ગાંધીનગર વાળાને જુનાગઢ પોલીસે ઝડપી લીધા બાદ જેલહવાલે કર્યા હોય જે બંને આરોપી મોરબી એટીએમ ફ્રોડમાં સંડોવાયેલા હોય જેને પગલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બંને આરોપીનો જુનાગઢ જેલમાંથી કબજો મેળવ્યો હતો અને મોરબી કોર્ટમાં રિમાન્ડ મેળવવા માટે મોરબી એ ડીવીઝન ના પીએસઆઈ એમ.વી.પટેલે તજવીજ હાથ ધરી હતી.
મોરબીમાં ૪૦ લોકો સાથે ૨૪ લાખની છેતરપીંડી
એટીએમ ફ્રોડ કરનાર ભેજાબાજોએ વિવિધ એટીએમ કાર્ડમાંથી મોરબીના ૪૦ જેટલા લોકોને નિશાન બનાવ્યા છે અને ૨૪ લાખથી વધુનું ચીટીંગ કરવામાં આવ્યું હોય જે આરોપીનો કબજો મેળવ્યો છે ત્યારે વધુ કેટલાક ખુલાસાઓ પણ થઇ સકે છે



