મોરબીમાં પોલીસ સ્ટેસન નજીક યુવાન પર જીવેલણ હુમલો

યુવાને સારવાર માટે હોસ્પીટલ ખસેડાયો

સુત્રોમાંથી મળતી વિગત મુજબ મોરબીમાં રેહતો વિક્રમ વાંક આજે બપોરના સમયે એ-ડીવીઝન નજીક જેલ ચોકમાં ઉભો હતો ત્યારે તેના જુના મિત્રો સાથે કોઈ બાબતે મનદુઃખ હતું તેનો ખાર રાખી ૪ જેટલા શખ્સોએ તેની પર તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કર્યો હતો જેમાં યુવાને ૩ ઘા માર્યા બાદ હુમલો કરનાર શખ્સો નાસી ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી પણ પોલીસ સ્ટેશન નજીક આવો બનાવ બનતા પોલીસ બીક જાણે શહેરમાં ન રહી હોય તેવી ચર્ચા થઇ રહી છે જો કે આ અગે હજુ સતાવાર કોઈ ફરિયાદ નોધાય નથી પણ આરોપી ને જડ્પવ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

Comments
Loading...
WhatsApp chat