પોલીસ સમન્વય ટીમની કામગીરીને પીઆઈએ બિરદાવી

મોરબીના રવાપર કેનાલ ચોકડી તથા ઉમિયા સર્કલ પાસે ટ્રાફિકજામની સમસ્યાને ધ્યાનમાં લઈને એ ડીવીઝન પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પોલીસ સમન્વયની ટીમ છેલ્લા ૧૦ દિવસ ટ્રાફિક સમસ્યા હલ કરવા સેવા આપે છે. છેલ્લા પાંચ મહિનાથી ઉમિયા સર્કલ પરના ટ્રાફિક હલ કરવા માટે આ ટીમ સેવા આપતી હોય જે પોલીસ સમન્વય ટીમની સારી કામગીરી માટે એ ડીવીઝન પીઆઈ ઓડેદરા દ્વારા રૂબરૂ સ્થળની મુલાકાત લઈને પોલીસ સમન્વય ટીમ તથા પ્રેસિડેન્ટ સુરેશભાઈ સાકરીયાને શુભેચ્છા પાઠવીને તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

Comments
Loading...
WhatsApp chat