



મોરબીમાં પોલીસની સરાહનીય કામગીરીની ઘટના સામે આવી છે. જ્યાં પરિવારથી વિખુટા પડેલા બાળકની માતાને શોધીને પોલીસે બાળકનું માતા સાથે પુનઃ મિલન કરાવ્યું છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસની સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન આ બાળક પચાસર રોડ પરથી મળી આવ્યું હતું. પોલીસની પૂછપરછમાં બાળકે તેનું આર્યન કહ્યું હતું. જેથી પોલીસ સ્ટાફ દ્વાર તેના પરિવારજનોને શોધવાની કામગીરી કરવામાં આવી હતી. જ્યાં પંચાસર રોડ પર રહેતા આર્યન માતા રોલીબેન બબલુભાઈને શોધી કાઢ્યા હતા અને તેનું માતા સાથે પુનઃ મિલન કરાવ્યું હતું.

