

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીના સામાકાંઠેથી માતા પિતાથી વિખૂટો પડેલો એક બાળક મળી આવ્યો હતો. જેથી પોલીસે આ બાળકના માતાપિતાની શોધખોળ ચલાવીને આ બાળકનું તેના પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું હતું. પોલીસની ત્વરિત કાર્યવાહીથી બાળકની જિંદગી બચી ગઈ છે.
મોરબી બી ડિવિઝન પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી બી ડિવિઝનના પી.આઇ. આઇ.એમ.કોઢિયાની સુચનાને પગલે સ્ટાફના ક્રિપાલસિંહ, વનરાજ ચાવડા, કિશોરદાન ગઢવી, અર્જુનસિંહ ઝાલા, મુકેશભાઈ ઝીલરીયા સહિતના સામાકાંઠા વિસ્તારમાં પેટ્રોલીગ કરી રહ્યા હતા. ત્યારે દિનેશ નદુભાઈ માવી ઉ.વ. ૧૫ રહે ગારીયાધાર, ભાવનગર મૂળ એમ.પી નામનો બાળક મળી આવ્યો હતો. આ બાળક તેના માતાપિતાથી વિખૂટો પડી ગયો હોવાનું માલુમ પડ્યું હતું. આથી બી ડિવિઝન પોલીસની ટીમે આ બાળકના માતાપિતાની શોધખોળ શરુ કરી હતી અને તેના પરિવારનો પતો મળી જતા બી ડિવિઝન પોલીસની ટીમે આ બાળકનું તેના પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું હતું.



