Billboard ad 1150*250

મોરબી : નશો કરીને પુરપાટ કાર ચલાવતા કારચાલકને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું !

0 391
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ છે અને ગુજરાતના દરેક શહેરમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ જોવા મળે છે અને નશો કરીને બેફામ વાહન ચલાવતા વાહનચાલકો અકસ્માત સર્જતા હોય છે ત્યારે ગત રાત્રીના મોરબીમાં નશો કરીને બેફામ સ્પીડે કાર ચલાવતા વાહનચાલકને ઝડપી લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર કેનાલ રોડ પર રહેતા રમેશભાઈ હરદાસભાઈ ધોરીયાણી (ઉ.વ.૪૮) પોતાની અરટીગા કાર નં જીજે ૦૩ ઈએલ ૬૩૮૩ લઈને રાત્રીના નીકળ્યા હોય અને બેફામ સ્પીડે કાર ચલાવતા હોય જેને પગલે પોલીસે પીછો કરીને ઉમિયાનગર સોસાયટી નજીક કારને આંતરી લઈને કારચાલકને ઝડપ્યો હતો સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કારચાલકે નશો કરીને બેફામ ઝડપે કાર ચલાવી હોય દરમિયાન બાઈકસવારોને પણ ઠોકરે ચડાવ્યા હતા અને અફરાતફરીના માહોલ બાદ પોલીસને જાણ થતા કારનો પીચો કરીને કાર ચાલકને ઝડપી લઈને કાયદાનું ભાન કરાવ્યું હતું

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat