મોરબી પોલીસે સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામનાર જામનગરના વૃદ્ધના પરિજનોની શોધખોળ શરુ કરી

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે. જે અનુસાર મરણ જનાર આનંદરામ તુકારામ આપેકર પુરુષ ઉ.વ. ૭૦ રહેવાસી ધ્રોલ એસ.ટી.ડેપો બહાર ફૂટપાથ ઉપર તા.ધ્રોલ જી.જામનગર વાળો તા.૧૧ રોજ મોરબી સિવિલ હોસ્પીટલમાં મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ છે. મરણ જનારની લાશના વાલી વારસ મળી આવેલ નથી. મરણ જનાર પુરૂષ ઉ.વ. ૭૦ વર્ષનો શરીરે મધ્યમ બાધાનો,રંગે ઘઉંવર્ણ,માથાના ભાગે ટૂંકા સફેદ વાળ તથા દાઢીના વાળ નાના સફેદ છે.આ મરણ જનારના વાલી વારસોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.એમ.ચાવડા મો.નં.૯૮૨૪૦૮૨૯૪૬ અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટેલીફોન નંબરઃ- ૦૨૮૨૨-૨૩૦૧૮૮ નો સંપર્ક કરવા પોલીસ ઈન્સ્પેકટર મોરબી સીટી એ ડીવીઝનની યાદીમાં જણાવાયું છે.

Comments
Loading...
WhatsApp chat