મોરબી પોલીસની પ્રમાણિકતા, અકસ્માતમાં ઘવાયેલા દર્દીના સગાને ૨૯,૫૦૦ ની રોકડ પરત સોપી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી પોલીસ, ૧૦૮ ટીમની પ્રમાણિક અને માનવતાલક્ષી કામગીરીના અનેક ઉદાહરણ જોવા મળતા હોય છે જેમાં તાજેતરમાં અકસ્માતમાં ઘવાયેલા કાર ચાલક પાસેથી ૨૯,૫૦૦ ની રોકડ રકમ મળી હોય જે તેના સગાને પરત સોપીને પોલીસે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સિરામિક ફેકટરીમાં લેબર કોન્ટ્રાકટર રામજીભાઈ ઉર્ફે રામો પોતાની આઈ ૨૦ કારમાં જતા હોય ત્યારે જેતપર નજીક અજાણ્યા વાહન સાથે તેની કાર અથડાઈ હતી અકસ્માતના બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના પીએસઆઈ આર એ જાડેજા, કિર્તીસિંહ જાડેજા, વિજયભાઈ આહીર અને સિદ્ધરાજસિંહ ગોહિલ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી ત્યારે અકસ્માતમાં ઘવાયેલ કારચાલક રામજીભાઈને તાકીદે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તો તેમની કારમાંથી ૨૯,૫૦૦ ની રોકડ રકમ મળી આવી હોય જે રકમ તેના સગાને પરત સોપી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે અને પોલીસે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Comments
Loading...
WhatsApp chat